સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો! ઈડર-ભીલોડા હાઈવે પર રિક્ષા-કારની ભીષણ ટક્કર | Sabarkantha Accident 4 Died in Highway Collision
Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લામાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઈડર-ભિલોડા નેશનલ હાઇવે પર રેવાસ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક રીક્ષા અને કાર વચ્ચેની ટક્કરમાં કુલ ચાર લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડયા
અધૂરા હાઇવેના કામ સામે રોષ
જોકે, આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, આ જીવલેણ અકસ્માત પાછળનું મુખ્ય કારણ હાઇવેનું અધૂરું અને ધીમી ગતિએ ચાલતું કામ છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટરની ધીમી અને બેદરકારીભરી કામગીરીને કારણે હાઇવે પર ઠેરઠેર અવ્યવસ્થા છે, જેના પરિણામે વારંવાર અકસ્માતો સર્જાય છે.
આ પણ વાંચોઃ અમદાવાદના ચાંદલોડિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા પિતા-પુત્રીનું દિલધડક રેસ્ક્યૂ, જાનહાનિ ટળી
અગાઉ પણ કરી હતી રજૂઆત
સ્થાનિકોએ આ અંગે અગાઉ અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કામગીરીમાં કોઈ ઝડપ આવી નથી. સ્થાનિકોનો આરોપ છે કે, રોડના અધૂરા કામને કારણે સર્જાયેલી અવ્યવસ્થા જ આ જીવલેણ અકસ્માતોનું કારણ બની રહી છે. આ ગંભીર ઘટનાએ નેશનલ હાઇવે પર ચાલતા કામની ગુણવત્તા અને ઝડપ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ હવે અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.
Source: www.gujaratsamachar.com
Published: 2025-12-16 10:25:00
Tags:
This article was automatically curated from public sources. For full details, visit the original source link above.
