IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો? | IPL 2026 Mini Auction Live: KKR Buy Cameron Green DC Pick David Miller

IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો? | IPL 2026 Mini Auction Live: KKR Buy Cameron Green DC Pick David Miller

IPL Auction 2026 : આઈપીએલ-2026 માટેનું મિની ઓક્શન મંગળવારે અબુ ધાબીના એતિહાદ એરીનામાં સંપન્ન થયું છે. ઓક્શમાં કુલ 369 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી, જેમાંથી 77 ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓએ ખરીદ્યા છે. આ ઓક્શમાં કુલ 215.45 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

કેમરન ગ્રીન સૌથી મોંઘો ખેલાડી

આ હરાજીના સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમરન ગ્રીન રહ્યો છે, તેને ત્રણ વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 25.20 કરોડ રૂપિયાની જંગી રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ગ્રીન હવે IPL ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી બની ગયો છે. KKRએ શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને પણ 18 કરોડની મોટી કિંમતે ખરીદ્યો છે.

CSKએ પ્રશાંત અને કાર્તિક પર જંગી રકમ ખર્ચી

ભારતીય અનકેપ્ડ ખેલાડીઓની વાત કરીએ તો, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર 14.20 કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચીને સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બનાવ્યા છે. ટોપ-10 સૌથી મોંઘા ખેલાડીઓમાં પાંચ વિદેશી ખેલાડીઓ અને પાંચ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ઓક્શનમાં સૌથી મોંઘા 11 ખેલાડીઓ


સૌથી મોંઘા 10 વિદેશી ખેલાડીઓ

IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો? 3 - image

સૌથી મોંઘા 5 અનકેપ્ડ ખેલાડીઓ

IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો? 4 - image

ખરીદાયેલા ખેલાડીઓની યાદી

IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો? 5 - image

ગુજરાત ટાઈટન્સે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીને સાત કરોડમાં ખરીદ્યો

આઈપીએલ 2026ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથેની જોરદાર બિડિંગ સ્પર્ધા બાદ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને ₹7 કરોડમાં ખરીદીને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. ક્રિકેટના સૌથી સફળ ઓલરાઉન્ડરો પૈકીના એક એવા જેસન હોલ્ડરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિદી ખબ જ પ્રભાવશાળી છે. ઓગસ્ટ 2025માં તેણે ડ્વેન બ્રાવોનો 78 વિકેટનો રેકોર્ડ તોડીને વેસ્ટ ઈન્ડીઝ માટે T20Iમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેણે આ સિદ્ધિ બ્રાવો કરતાં ઓછી મેચોમાં હાંસલ કરી હતી. હોલ્ડર એવા બોલરોની એલિટ ક્લબનો પણ ભાગ છે, જેણે T20I મેચમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હોય. તેણે 2022માં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં રાશિદ ખાન, લસિથ મલિંગા અને કર્ટિસ કેમ્ફરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : IPL-2026 Auction : કેમરન ગ્રીન IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, જુઓ TOP-10 યાદી

ચેન્નઈ સુપર કિંગ્સે યુવા ક્રિકેટર્સ પર મૂક્યો ભરોસો

પ્રશાંત અને કાર્તિક શર્મા બંને IPL ઇતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયર્સ બન્યા. બંનેને ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા 14.2 કરોડમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.  30 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા પ્રશાંત વિરને ચેન્નઈ સુપરકિંગ્સ ટીમે રવિન્દ્ર જાડેજાની ટીમમાં ખાલી પડેલી જગ્યા પૂરી કરવા માટે ટીમમાં સામેલ કર્યો છે. પ્રશાંત વિર ડાબોડી સ્પિન બોલર અને લોઅર ઓર્ડર બેટર છે માટે ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાની ટીમમાં ખાલી પડેલી જગ્યા પૂરી કરી શકે એમ છે. તો બીજી તરફ વિકેટ કીપર બેટર કાર્તિક શર્મા લોઅર ઓર્ડરમાં ધોની જેવી ફિનિશિંગ સ્ટાઈલમાં બેટિંગ કરવા માટે જાણીતો છે. માટે આગામી સિઝન્સમાં જો ધોની ટીમમાં ન હોય તો આ યુવા ખેલાડીને CSKની ટીમ ભવિષ્ય માટે તૈયાર કરી શકે છે.

કેમરન ગ્રીનને 18 કરોડ રૂપિયા જ મળશે

KKRએ કેમરન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હોય પણ તેને માત્ર 18 કરોડ રૂપિયા જ મળશે બાકીના 7.20 કરોડ રૂપિયા BCCIના વેલ્ફેર ફંડ જમા કરાવવામાં આવશે. તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તો અત્યાર સુધીના IPL ઓક્શનમાં ત્રીજો મોંઘો ખેલાડી બની ગયો છે.

ખેલાડીઓ ખરીદવા માટે કઈ ટીમ પાસે કેટલી રકમ હતી?

  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) – ₹15.50 કરોડ (7 સ્લોટ)
  • ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) – ₹13 કરોડ (6 સ્લોટ)
  • સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) – ₹25.20 કરોડ (9 સ્લોટ)
  • લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) – ₹15.35 કરોડ (2 સ્લોટ)
  • દિલ્હી કેપિટલ્સ (DC) – ₹9.40 કરોડ (5 સ્લોટ)
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) – ₹7.40 કરોડ (6 સ્લોટ)
  • રાજસ્થાન રોયલ્સ (RR) – ₹7.35 કરોડ (5 સ્લોટ)
  • ગુજરાત ટાઇટન્સ (GT) – ₹12 કરોડ (4 સ્લોટ)
  • પંજાબ કિંગ્સ (PBKS) – ₹11.5 કરોડ (4 સ્લોટ)
  • મુંબઈ ઈન્ડિયન્સ (MI) – ₹1.75 કરોડ (4 સ્લોટ)

આ પણ વાંચો :સાંસદ પપ્પુ યાદવનો દીકરો પણ IPLમાં રમશે, KKRએ 30 લાખમાં ખરીદ્યો


Original Title: IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો? | IPL 2026 Mini Auction Live: KKR Buy Cameron Green DC Pick David Miller
Source: www.gujaratsamachar.com
Published: 2025-12-16 22:42:00
Tags:

This article was automatically curated from public sources. For full details, visit the original source link above.